દર મહિને 4 હજાર રૂપિયા જમા કરાવી તમે બની શકો છો કરોડપતિ

--> વ્યાજના દર અગત્યના

તમે જે રકમનું રોકાણ કરો છો તેના પર મળનાર વ્યાજ જ પૈસાને વધારે છે. એવામાં જેટલી વધુ આવકનો રેટ હશે તમારા પૈસા પણ એટલા જ વધુ ઝડપથી વધી જશે. રોકાણની અલગ-અલગ પદ્ધતિઓમાં વ્યાજના દર પણ અલગ-અલગ હોય છે.

ઉદાહરણના રૂપમાં શેરબજારમાં રોકાણ પર સરેરાશ 15 ટકા સુધીનું વ્યાજ મળી શકે છે. પરંતુ આ જોખમ ભરેલું છે.

બેન્કમાં રકમ જમા કરાવા પર તમે 8-9 ટકાનો વ્યાજ પ્રાપ્ત કરી શકો છો, જે સૌથી સુરક્ષિત રોકાણ હોય છે.

લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમારે શાનદાર સંભવિત રિટર્નની સાથે ઓછામાં ઓછા જોખવાળા રોકાણનો વિકલ્પને પસંદ કરવો જોઇએ.

એવામાં ભલામણ અપાય છે કે એક સફળ રોકાણકાર બનવા માટે તમારે તમામ પદ્ધતિના રોકાણ એટલે કે શેર, બોન્ડ, રિઅલ એસ્ટેટ અને અન્યમાં પૈસા લગાવા જોઇએ.

જો તમે 11 ટકાના વ્યાજ દર પર દર વર્ષે 100 રૂપિયાનું રોકાણ કરો છો તો 25 વર્ષ બાદ તમારા મૂળકિંમત સિવાય 1359 રૂપિયા વ્યાજના રૂપમાં મળશે. આ રીતે જો તમે 15 ટકાના દરે દર વર્ષે 100 રૂપિયાનું રોકાણ કરો છો તો 25 વર્ષ બાદ વ્યાજના રૂપમાં 3292 રૂપિયા મળશે.
રોકાણનો સમયગાળો
રોકાણમાં સારું રિટર્ન પ્રાપ્ત કરવાની બીજી પદ્ધતિ છે યોગ્ય સમયે રોકાણ. નીચે આપવામાં આવેલા ટેબલમાં અમે તમને આ બતાવીશું.

આની પહેલાં ઉદાહરણમાં 19 થી 26 વર્ષની ઉંમર સુધી દર વર્ષે બે હજાર રૂપિયાના રોકાણની વાત કહેવાઇ છે,

જ્યારે બીજા ઉદાહરણમાં 27 થી 65 વર્ષની ઉંમર સુધી દર બે વર્ષે બે હજાર રૂપિયાની બચત અને રોકાણની વાત કહેવાઇ છે.

પહેલાં ઉદાહરણમાં 65 વર્ષની ઉંમરમાં તમને 1019161 રૂપિયા જ્યારે બીજા ઉદાહરણમાં 805185 રૂપિયા જ મળશે. અહીં તમને થોડુંક અટપટું લાગશે.

પહેલાં ઉદાહરણમાં ફક્ત આઠ વર્ષ સુધી બચત અને રોકાણ કરાયું. એટલે કે ફક્ત 16હજાર રૂપિયાના રોકાણ પર તમને 10 લાખ રૂપિયાથી વધુની રકમ મળી જ્યારે 39 વર્ષ એટલે કે 78 હજાર રૂપિયાના રોકાણ પર તમને આઠ લાખ રૂપિયાથી થોડી વધુ રકમ પ્રાપ્ત થઇ.

રૂપિયામાં ઘટાડો છતાંય પૈસા કમાઓ

તાજેતરના દિવસોમાં ભારતીય રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો છે. રૂપિયાની કિંમત ઘટાડાનો માર આપણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાના રૂપમાં ઝીલી રહ્યા છીએ. અમેરિકન અર્થતંત્રમાં સુધારાના લીધે ભારતીય બજારમાંથી વિદેશી મૂડી નીકળી રહી છે. અમેરિકન અર્થતંત્રમાં વધુ સુધારાની સ્થિતિમાં ડોલરની સરખામણીમાં રૂપિયો વધુ નબળો પડવાની ધારણાથી ઇન્કાર કરી શકાય નહીં. આવી સ્થિતિથી ફાયદો અને નુક્સાન બંને છે.

આઇટી ક્ષેત્રની કંપનીઓને સૌથી વધુ ફાયદો થઇ રહ્યો છે તો ટેલિકોમ, ઑટોમોબાઇલ, એફએમસીજી, પેટ્રોલિયમ, અને પાવર સેકટકને નુક્સાન.

આમ, આ રીતે રૂપિયામાં વોલેટાલિટીના લીધે બજારમાં જોખમ વધી ગયું છે. એવામાં તમારી પાસે રોકાણનો સૌથી સારો વિકલ્પ સોનું હોઇ શકે છે.

સોનું ભારતીય રોકાણકારો માટે હંમેસાથી એક પસંદગીનું સેકટર રહ્યું છે. અમેરિકન અર્થતંત્રમાં સુધારાના લીધે વૈશ્વિક સ્તર પર ડિસેમ્બર 2012થી સોનાની કિંમતમાં ઘટાડો આવ્યો છે. સ્થાનિક બજારમાં આ ધાતુની કિંમત ઓછી થઇ છે. ડોલરની મજબૂતીને જોતા આવનારા સમયમાં પણ સોનાના ભાવ નબળા રહેવાની ધારણા છે. એવામાં સોનામાં રોકાણ એક ફાયદાનો સોદો હોઇ શકે છે. પરંતુ બધા પૈસા સોનામાં જ રોકાણ ન કરો.

ચોક્કસ આવક માટે રોકાણ

એફઆઇઆઇના બળ પર ભારતીય શેર બજારનું પ્રદર્શન ગયા મહિના સુધી શાનદાર રહ્યું. પરંતુ રૂપિયાની કિંમતમાં ઘટાડાની અસર શેર બજાર પર પણ પડી છે.

રૂપિયામાં ઘટાડાના લીધે મોંઘવારી વધવાની ધારણા છે અને તેના લીધે આરબીઆઇ ફરી એક વખત વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. શેર બજાર પર તેની નકારાત્મક અસર પડે તે સ્વાભાવિક છે. એવામાં હજુ શેર બજારથી દૂર રહેવામાં સમજદારી છે.

તમારે શું કરવું જોઇએ?: જોખમ નહીં લેનાર રોકાણકાર બેન્કમાં પૈસા જમા કરાવાનો વિકલ્પ પસંદ કરી શકે છે, જ્યારે ઓછા સમય માટે રોકાણ કરનાર. એક વર્ષથી ઓછા સમય માટે મુદ્રા બજારમાં અને એક થી ત્રણ વર્ષ માટે શેર બજારમાં રોકાણ કરી શકે છે.

રોકાણ સંબંધી આ તમામ સચૂનો સંભવિત છે. જરૂરી નથી કે તેમના કહેવા પ્રમાણે જ તમને રિટર્ન મળે. રોકાણ કરતાં પહેલાં તમારા સલાહકારની સલાહ લેવાનું ભૂલશો નહીં.

Comments